જામનગર: જામનગરમાં સેવા સંકલ્પ અભિયાન: 1500 વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા
જામનગરની નવાનગર હાઈસ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ યોજાયું. 600થી વધુ શાળાઓના 1500 વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ ‘વિકસિત ભારત’ સહિતના વિષયો પર પોતાની પ્રતિભા દર્શાવી.