ગોધરા: ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ભવ્ય તિરંગા રેલી યોજાઈ
ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ભવ્ય તિરંગા રેલી યોજાઈ દેશભરમાં 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે પણ આ દેશભક્તિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ગોધરા રેલ્વે સ્ટેશન પરિસરમાં એક ભવ્ય અને ભવ્યાતિભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા રેલીમાં રેલ્વે સુરક્ષા બળ (RPF), ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ