અંજાર: સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ‘સેવા મારો સંકલ્પ’ અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ
Anjar, Kutch | Oct 2, 2026 ‘સેવા મારો સંકલ્પ’ અભિયાન અંતર્ગત અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં નાગરિકોની વિવિધ રોગોની આરોગ્ય તપાસ, સારવાર અને નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીબી નાબૂદીમાં યોગદાન આપનારા નિ-ક્ષય મિત્રોને સન્માનિત કરાયા હતા.