જેતપુર પાવી: છોટાઉદેપુર: મર્ડર કેસનો 14 મહિનાથી ફરાર આરોપી સુરતના કામરેજથી ઝડપાયો
છોટાઉદેપુરના કરાલી પોલીસ સ્ટેશનના મર્ડર કેસમાં છેલ્લા 14 મહિનાથી વોન્ટેડ આરોપી રૂમસિંગભાઈ કચુડિયાભાઈ રાઠવાને પોલીસે સુરતના કામરેજથી ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.