અંજાર: કંડલા એરપોર્ટ પર બોમ્બ મળ્યાની જાણથી દોડધામ! સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં પરંતુ સુરક્ષા મોકડ્રિલ હતી
Anjar, Kutch | Oct 1, 2026 કંડલા એરપોર્ટ પર આજે બોમ્બ થ્રેટ અને એન્ટી-હાઇજેકિંગ મોકડ્રિલ યોજાતા થોડા સમય માટે દોડધામ જેવો માહોલ સર્જાયો હતો. મોકડ્રિલના ભાગરૂપે એરપોર્ટ પર બોમ્બ મળ્યાની જાણ કરવામાં આવતા સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલી વિવિધ એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી હતી.મોકડ્રિલ દરમિયાન એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે અંજારના DYSP મુકેશ ચૌધરી, અંજાર PI એચ.એ જાડેજા, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એરપોર્ટ પોલીસ અને ફાયર વિભાગ સહિતની ટીમો જોડાઈ હતી.