જેસર: જેસરના કરજાળા ગામે આંગણવાડી ખાતે પોષણ ઉત્સવની ઉજવણી કરી
જેસરના કરજાળા ગામે આંગણવાડી ખાતે પોષણ ઉત્સવની ઉજવણી જેસર તાલુકાના કરજાળા ગામે આંગણવાડી ખાતે પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકો અને મહિલાઓમાં પોષણ અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરો દ્વારા સંતુલિત અને પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.