નારોલ પોલીસે વ્રૃદ્ધોને નિશાન બનાવતી કુખ્યાત 'મેવાતી ગેંગ'નો પર્દાફાશ કરી ત્રણ સાગરિતોની ધરપકડ કરી છે. આ આરોપીઓ એટીએમ બદલીને છેતરપિંડી આચરતા હતા. પોલીસે તેમની પાસેથી 135 એટીએમ કાર્ડ અને 2 સ્વેપ મશીન જપ્ત કરી ગુજરાતના અલગ-અલગ 9 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.