જેસર: બીલા ગામે પવન સાથે ધોધમાર વરસાદ, કપાસના ઉભા પાકને મોટું નુકસાન થયું
જેસર તાલુકાના બીલા ગામે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે પવન અને વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા કપાસના પાકને મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. વરસાદ અને પવનના કારણે કપાસના છોડ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તૈયાર થઈ રહેલા કપાસના પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અનેક ખેતરોમાં કપાસના છ