ગાંધીનગર: ગુજરાતની સરહદી સુરક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક: સુરક્ષા ગ્રીડની થઈ સમીક્ષા
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સરહદી સુરક્ષા અંગે બેઠક યોજાઈ. ઘૂસણખોરી, નશીલા પદાર્થોની હેરાફેરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે 'ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ'ને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.