જેતપુર: જેતપુર સરકારી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાં ચોરી, ૫૦ હજારની મત્તા ગઈ
Jetpur, Rajkot | Sep 26, 2026 જેતપુર સરકારી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો કોપરની ૧૦ પાઈપ અને પિત્તળના ૧૦ વાલ્વ ચોરી કરી ગયા છે. અંદાજે ૫૦ હજાર રૂપિયાની આ ચોરી અંગે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.