ભુજ: હમીરસર તળાવ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
Bhuj, Kutch | Oct 2, 2026 ભુજ: ગાંધી જયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત હમીરસર તળાવ ખાતે વિશેષ સફાઈ અભિયાન યોજાયું. કચ્છ લોકસભા, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ, ભુજ નગરપાલિકા અને ભુજ શહેર ભાજપના સહયોગથી યોજાયેલા અભિયાનમાં આગેવાનો, સ્વયંસેવકો અને નાગરિકોએ શ્રમદાન કર્યું. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના આગેવાનો અને નાગરિકોએ સફાઈ અભિયાનમાં જોડાઈ સ્વચ્છતાનો સંદેશ આપ્યો.