ભુજ: પાલારા ખાસ જેલ સલાહકાર સમિતિમાં 6 સભ્યોની નિમણૂક
Bhuj, Kutch | Oct 3, 2026 ભુજ સ્થિત પાલારા ખાસ જેલ માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા નવી જેલ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી સહિત શૈલેન્દ્રસિંહ જાડેજા, રસીલાબેન પંડ્યા અને મહેકભાઈ ગોરની બિનસરકારી સભ્યો તરીકે નિમણૂક કરાઈ છે. સમિતિનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે અને જેલ શાસન, કેદીઓના કલ્યાણ તથા સુધારાત્મક કામગીરીની સમીક્ષા કરશે.