ગીર ગઢડા: ગીર સોમનાથમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 2 ના મોત
ગીર સોમનાથના બેડીયા-ખાંભા રોડ પર ઝાલોદ-ઉના એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગીરગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.