ભુજ: ખાવડા પોલીસે 500 કિલો એલ્યુમિનિયમ વાયરનો જથ્થો ઝડપ્યો, 3 આરોપી પકડાયા
Bhuj, Kutch | Oct 3, 2026 ખાવડા પોલીસે આધાર-પુરાવા વગરનો 500 કિલો એલ્યુમિનિયમ વાયર, કિંમત રૂ.50,000નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે કાસમ ભચાયા કુંભાર, રસીદ મીસરી સમા અને ઇરફાન અભુભકરનો સમાને ઝડપી લીધા હતા.પોલીસે એલ્યુમિનિયમ વાયર ઉપરાંત રૂ.1 લાખની કિંમતનું છોટા હાથી છકડો મળી કુલ રૂ.1.50 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.