ગોધરા: ગોધરા શહેરમાં બાતમીદાર હોવાની શંકાએ હુમલો કરનાર ૬ આરોપીઓને ૧૦ વર્ષની કેદ
ગોધરાના અબરાર મસ્જિદ વિસ્તારમાં ૧૫ મે ૨૦૨૧ના રોજ ફિરદોસ રલીયા નામના યુવક પર પોલીસના બાતમીદાર હોવાની શંકાએ તલવાર, પાઇપ અને પથ્થરથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પંચમહાલ સેશન્સ કોર્ટે તમામ ૬ આરોપીઓને દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૫૦,૦૦૦ના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની કેદ ભોગવવી પડશે.સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની દલીલો ધ્યાને લઈ જજ સી. કે. ચૌહાણે આ ચુકાદો આપ્યો હતો. ગૌવંશ ચોરી અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં સં