ગોધરા: ગોધરામાં બિહારથી અમદાવાદ લઈ જવાતા 5 સગીર બાળકોનું રેસ્ક્યૂ:રેલવે પોલીસે ‘ઓપરેશન મુસ્કાન’ હેઠળ બચાવ્યા, બાળમજૂરીની આશંકા
ગોધરા રેલવે RPF અને GRP પોલીસની સંયુક્ત ટીમે 'ઓપરેશન મુસ્કાન' અંતર્ગત મોટી કાર્યવાહી કરતા ટ્રેન મારફતે બિહારથી અમદાવાદ લઈ જવાતા 5 બિનવારસી સગીર બાળકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ બાળકોને બિહાર થી બાળ મજૂરી માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાં આશરે 31 બાળકોને દરભંગાથી અમદાવાદ મજૂરી કામ અર્થે લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગોધરા