અંજાર: સ્વામિનારાયણ મંદિરમાં લોગો અનાવરણ વિધિ યોજાઈ
Anjar, Kutch | Sep 30, 2026 શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર ખાતે લોગો અનાવરણ વિધિ, સત્સંગ સભા અને સંત આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે ભુજ તથા અંજાર મંદિરના સંતો-મહંતો, સાધુ-સંતો, મહિલા મંડળો, યુવક-યુવતી મંડળો સહિત 6થી 7 હજાર જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ આશીર્વાદ વચનો પાઠવ્યા હતા.આ પ્રસંગે 19 માર્ચથી 23 માર્ચ 2027 દરમિયાન પાંચ દિવસીય દિવ્ય કથા તથા રંગોત્સવનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું.