કવાંટ: પીપલદા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાની શુભેચ્છા મુલાકાત
કવાંટ તાલુકાના પીપલદા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ પૂર્વ સદસ્ય ગીલુબેન અને આગેવાન પ્રભુદાસભાઈ રાઠવાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.