નખત્રાણા: નખત્રાણામાં ₹૬.૯૨ કરોડના વિકાસકામોનું સોમવારે ખાતમુહૂર્ત: ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રહેશે ઉપસ્થિત
કચ્છના નખત્રાણા તાલુકામાં સોમવાર, ૧૦ ઓગસ્ટના રોજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ₹૬.૯૨ કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના આ પ્રોજેક્ટ્સ હેઠળ તાલુકાના મુખ્ય માર્ગો પર નાળાં અને પુલિયાનું નિર્માણ કરાશે.