ભુજ: ભુજ RTOની કાર્યવાહી, 86 વાહનો સામે દંડ ફટકાર્યા
Bhuj, Kutch | Oct 3, 2026 ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત ભુજ RTO દ્વારા HSRP નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ અંગે સઘન ચેકિંગ હાથ ધરાયું. નિયમોનું ઉલ્લંઘન કરતા 86 વાહનો સામે ચલણ ઇસ્યુ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન અપાયું હતું.