કાલોલ: તાલુકામાં રૂ.1.18 કરોડની રોકાણ ઠગાઈનો પર્દાફાશ,3 આરોપીઓને પોલીસે ઝડપ્યાં, DYSP નવીન આહીરે આપી વિગતવાર માહિતી
આજરોજ સાંજે સાત કલાકે મળતી માહિતી મુજબ કાલોલમાં (Daily Make Money) કંપનીના નામે શેરબજારમાં માસિક 13% એટલે કે વાર્ષિક 156% વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યાનો આક્ષેપ સાથે વળતર અને મૂળ રકમ પરત ન મળતાં કાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી.આરોપીઓમાં દિનેશભાઈ ચૌહાણ (કાલોલ), પૃથ્વી વિજય શર્મા (મહેમદાબાદ) અને જિતેશભાઈ ભરવાડ (નડિયાદ)નો સમાવેશ.પોલીસની તપાસમાં નડિયાદમાં કંપની માન્ય લાઈસન્સ વિના ચલાવવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે.