મુન્દ્રા: સ્થાનિક રોજગારીના પ્રશ્ને કન્ટેનર યાર્ડ એસોસિએશનની ભૂખ હડતાળ
Mundra, Kutch | Sep 21, 2026 મુન્દ્રામાં સ્થાનિક રોજગારી અને વ્યવસાયિક પ્રશ્નોને લઈને MT કન્ટેનર યાર્ડ એસોસિએશન દ્વારા ચાલતા વિરોધ પ્રદર્શને હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 21 દિવસથી પોતાની માંગણીઓને લઈને રજૂઆત કરી રહેલા સ્થાનિકોએ આજે સોમવારથી ભૂખ હડતાળ શરૂ કરી છે. અદાણી પોર્ટ્સની કામગીરી સાથે જોડાયેલી નવી કોડ ફ્રીઝ નીતિના કારણે સ્થાનિક કન્ટેનર યાર્ડ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના લોકોની રોજીરોટી પર અસર પડી હોવાનું આગેવાનો જણાવી રહ્યા છે.