ગાંધીનગર: ગાંધીનગર સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, વિધાનસભા ઘેરાવનો પ્રયાસ
ગાંધીનગર સેક્ટર 15ની સમરસ હોસ્ટેલમાં અખાદ્ય ભોજન અને અશુદ્ધ પાણીની સમસ્યાથી પરેશાન વિદ્યાર્થીઓએ વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓએ સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.