ધંધુકા: લીંબડી ફળીમાં વૃદ્ધને ગાયે અડફેટે લેતા, મહિલા ઈજાગ્રસ્ત.
*લીંબડી ફળીમાં વૃદ્ધને ગાયે અડફેટે લેતા, પગ ભાંગ્યો.* ડો. બારડ હાઉસ ખાતે કામ કરતા અને પાકીજા સેન્ટર પાસે રહેતા વૃદ્ધ મહિલાને ગાયએ અડફેટે લીધા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના 05/08/2026ના સાંજના 4:30 વાગ્યાં આજુબાજુ પાકીજા સેન્ટર, ખોજાની મસ્જિદ બાજુમાં રહેતા મહિલા જુબેદાબેન ગફુરભાઈ વૃદ્ધએ ડોક્ટર હાઉસ ખાતે કામ કરતા હોય તે દિવસે પોતાના ઘરેથી કામના સ્થળે જઈ રહ્યા હતા. તે સમયે લીંબડી ફળીએ પહોંચતા અચાનક એક રખડતી ગાય આવી જઈને મહિલાને ફંગોળ્યા હતા.