અંજાર: ફાયર વિભાગ દ્વારા અંજાર મોડેલ સ્કૂલ ખાતે ફાયર સેફ્ટી અંગે જાગૃતિ તાલીમ યોજાઈ
Anjar, Kutch | Sep 30, 2026 અંજાર ફાયર વિભાગ દ્વારા અંજાર મોડેલ સ્કૂલ ખાતે શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી અંગે જાગૃતિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ દરમિયાન આગ લાગવાની પરિસ્થિતિમાં લેવાયેલી સાવચેતી, આગથી બચવાના ઉપાયો તેમજ ફાયર સેફ્ટીના સાધનોના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તાલીમમાં ફાયર ઇન્ચાર્જ હાર્દિકભાઈ, ફાયરમેન મહેન્દ્રભાઈ, DCO કિશનભાઈ તથા ફાયર સહાયક રાકેશભાઈ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.