કાલોલ: પોલીસની ઐતિહાસિક રેઇડ: શહેરમાંથી કતલના ઇરાદે બાંધી રાખેલ 13 ગૌવંશને બચાવ્યા, લઘુમતી કોમના 22 લોકો સ્થળ પરથી ઝડપાયા
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર. ડી. ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બી.આર.સી. ભવન સામેની ગલીમાં 10થી વધુ ગૌવંશને ઘાસચારા વિના બાંધી રાખી કતલ કરવાની તૈયારી ચાલી રહી હોવાની બાતમી મળી હતી.પોલીસે સ્થળ પરથી કતલખાનામાં હાજર અને ગૌમાંસ લેવા માટે આવેલા લઘુમતી કોમના કુલ 22 લોકોને ઝડપી પાડ્યા છે, જેમાં 18 મહિલાઓ અને 4 પુરુષોનો સમાવેશ થાય છે.