લાઠી: દામનગર: ચેક રિટર્ન કેસમાં આરોપીને 6 માસની કેદ અને 12.94 લાખ ચૂકવવાનો આદેશ
Lathi, Amreli | Oct 1, 2026 દામનગરના પારસ નારોલા સાથેની છેતરપિંડીના કેસમાં લાઠી કોર્ટે મોટો હુકમ કર્યો છે. કોર્ટે આરોપી વિજય ભંડારીને 6 માસની સજા અને ફરિયાદીને 12 લાખ 94 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. એડવોકેટ આર. સી. દવેની દલીલોને આધારે કોર્ટે આ ચુકાદો આપ્યો છે.