ભરૂચ: ભરૂચ રમત સંકુલમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ
સ્વચ્છતા હી સેવા અંતર્ગત ભરૂચ જિલ્લા રમત સંકુલ ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો.