મોરવા હડફ: મોરવા હડફના ધામણી ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારે ગ્રામજનો સાથે સાંભળ્યો 'મન કી બાત'નો 138મો એપિસોડ
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ધામણી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 138મા એપિસોડનું વિશેષ આયોજન તા.27 સપ્ટેમ્બર રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા