તળાજા: તળાજામાં ઝાડ સાથે લટકતી વ્યક્તિની લાશ મળતા ખળભળાટ
આજ રોજ તા. 28 સપ્ટેમ્બર 2026, સોમવારના સવારે આશરે 6:30 વાગ્યે મળતી પ્રાથમિક માહિતી મુજબ, તળાજા શહેરના ગોપનાથ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક એક અજાણી વ્યક્તિએ ઝાડ સાથે ફાંસો ખાઈ લેતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. હાલ મૃતક વ્યક્તિની ઓળખ અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મૃતકની ઓળખ સહિતની વધુ વિગતો તપાસ બાદ સામે