મહુવા: મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ આજે મેઘરાજાનું આગમન થયું છે. આજે તા. 16 ઓગસ્ટ 2026, રવિવારના રોજ બપોરના આશરે 2 વાગ્યાના સુમારે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, ત્યારે ફરી એકવાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના આગમનથી ખાસ કરીને ખરીફ પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. હાલ ખેતરોમાં વિવિધ પાકો ઉભા હોવાથી સમયસર વરસાદ