કાલોલ: પાલિકાના દિવાનવાડી સ્થિત અડધા શહેરમાં પાણી પુરવઠો પૂરો પાડતા જુના સંપની સાફ સફાઈ દરમ્યાન હાડકાં અને હાડપિંજર નિકળ્યા
કાલોલ શહેરમાં ગત વર્ષે ચોમાસાના પહેલા જ વરસાદે દિવાનવાડી સ્થિત પાલિકાનો જુનો પાણી પુરવઠાનો સંપ જમીનદોસ્ત ગયો હતો. જે ધ્વસ્ત થયેલા સંપને પાલિકાએ પ્લાસ્ટિકની તાડપત્રીથી ઠાંકી રાખીને નગરના વિકાસને ઠાંકી રાખ્યો હતો અને સાફ સફાઈની દરકાર કર્યા વિના દોઢ વર્ષથી ભગ્ન હાલતના સંપની મદદથી પાણી પુરું પાડવામાં આવતું હતું. જે સંપની મંગળવારે હાથ ધરવામાં આવેલ સાફ સફાઈ દરમ્યાન અંદરથી હાડકાં અને હાડપિંજર મળી આવતાં વિકાસની સેવા અને સ્વચ્છતાના લીરેલીરા ઉડ્યા.