ગોધરા: ગોધરા તાલુકાના નાદરખા ગામે ઘરના વાડામાં કામ કરી રહેલા મહિલાને ઝેરી સાપે ડંખ મારવાની ઘટના બની છે
ગોધરા તાલુકાના નાદરખા ગામે ઘરના વાડામાં કામ કરી રહેલા મહિલાને ઝેરી સાપે ડંખ મારવાની ઘટના બની છે નાદરખા ગામે રહેતા ૪૦ વર્ષીય હીનાબેન શાંતિલાલ પટેલ પોતાના ઘરના વાડામાં રોજિંદુ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઝેરી સાપે તેમને હાથના ભાગે કરડ્યો હતો. બનાવને પગલે આસપાસના લોકો અને પરિવારજનો તુરંત જ ત્યાં દોડી આવ્યા હતા. અને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી હીનાબેનને પ્રાથમિક સારવાર આપી વધુ સારવા