કાલોલ: શહેરમાં હડકાયા શ્વાનનો આતંક,ચોવીસ કલાકમાં 43 લોકોને બચકાં ભર્યા, અંતે શ્વાનનો અંત
કાલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં એક રખડતા શ્વાને શનિવાર સાંજથી રવિવાર સુધી આતંક મચાવી 43 લોકોને બચકાં ભર્યા હતા.આ ઘટનાની જાણ થતાં પાલિકા ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ શ્વાનને કાબૂમાં લેતાં નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.