ભુજ: ભુજ BSF ખાતે ૮૦મો સ્વાતંત્ર્ય દિવસ હર્ષોલ્લાસભેર ઉજવાયો
Bhuj, Kutch | Aug 15, 2026 ભુજ: સેક્ટર હેડક્વાર્ટર BSF ભુજ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. DIG યોગેન્દ્રસિંહ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરાયું અને રાષ્ટ્રગાન ગવાયું. આ પ્રસંગે BSF જવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવી જૂનિયર સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી માહોલને દેશભક્તિમય બનાવી દીધો હતો. DIG રાઠોડે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશની સુરક્ષામાં BSFના યોગદાનને યાદ ક