કાલોલ: કોંગ્રેસ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિની સંગઠનાત્મક કારોબારી બેઠક યોજાઈ,તાલુકા પંચાયતના સભ્ય કુલસુમબીબી કઠીયાનો સત્કાર કરાયો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા તથા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીના માર્ગદર્શન અને સૂચના હેઠળ કાલોલ સ્થિત કોંગ્રેસ હાઉસ ખાતે કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કાલોલ શહેર કોંગ્રેસ સમિતિની સંગઠનાત્મક કારોબારી બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે વેજલપુર તાલુકા પંચાયતના સભ્ય કુલસુમબીબી સલીમભાઈ કઠીયાના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.