પાલીતાણા: હણોલ ગામે કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિમાં સાયકલ યાત્રા યોજાઈ
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, રમતવીરો અને સાયકલિંગપ્રેમીઓ જોડાયા હતા.હણોલથી નેસડી અને નોઘણવદર સુધી અંદાજે ૬ કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી