કોટડા સાંગાણી: કોટડાસાંગાણીના કાંગસિયાળીમાં વાડીમાં ચોરી, ૭૩,૦૦૦ ની મત્તાની ચોરી
રાજકોટના કોટડાસાંગાણીના કાંગસિયાળી ગામની એક વાડીમાં ચોરીનો બનાવ બન્યો છે. પરિવાર ઊંઘતો હતો ત્યારે તસ્કરે ૪ મોબાઈલ, રોકડ અને બાઈક મળી કુલ ૭૩,૦૦૦ રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો છે.