વડનગર: વડનગરના જાસ્કા ખાતે 'આંગણ મિલન સેવા – આંગણનો ઉત્સવ' કાર્યક્રમ યોજાયો
વડનગરના જાસ્કા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ અને જનજાગૃતિ માટે 'આંગણ મિલન સેવા – આંગણનો ઉત્સવ' ઉજવાયો. ધારાસભ્ય કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં આંગણવાડી કાર્યકરોનું સન્માન અને બાળકોને ફળ તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.