ગોધરા: કાલોલમાં રખડતા શ્વાને 30થી વધુ લોકોને બચકાં ભર્યા: શહેર અને આસપાસના ગામોમાં ભયનો માહોલ, 12 ગંભીર ઈજાગ્રસ્ત ગોધરા સિવિલમા
પંચમહાલ જિલ્લાના કાલોલ વિસ્તારમાં રખડતા શ્વાનોનો ભારે તરખાટ જોવા મળ્યો છે. કાલોલ શહેર સહિત આસપાસના શામળદેવી અને ઘોડા ગામમાં રખડતા શ્વાને આતંક મચાવતા ૩૦ થી વધુ લોકોને બચકાં ભર્યા છે. શ્વાને એકસાથે મોટા પ્રમાણમાં રાહદારીઓ, મહિલાઓ અને બાળકોને નિશાન બનાવી અચાનક હુમલો કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કાલોલ CHC સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર રીતે ઘવાય