આહવા: ડાંગના સુબીર તાલુકાની સિદ્ધિ: નીતિ આયોગના અધિકારીએ કરી મુલાકાત
Ahwa, The Dangs | Sep 30, 2026 નીતિ આયોગના અધિકારી ગૌરવ કટીયારે ડાંગના સુબીર તાલુકાની મુલાકાત લીધી છે. સુબીર બ્લોક એસ્પીરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં ત્રીજા ક્રમે છે. તેમણે વિવિધ સરકારી સંસ્થાઓની મુલાકાત લઈ કલેક્ટર એન. ડી. પરમાર સાથે બેઠક કરી શિક્ષણ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.