વાંકાનેર: ભલગામ નજીક રોડ ઓળંગતા પેટ્રોલપંપ કર્મચારીનું ડમ્પરની અડફેટે મોત
વાંકાનેરના ભલગામ નજીક એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. પેટ્રોલપંપના કર્મચારી લઘુશંકા કરી રોડ ઓળંગી રહ્યા હતા ત્યારે ડમ્પરે તેમને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.