કાલોલ: બલેટિયા પાસે દિલ્હી-મુંબઈ નેશનલ કોરીડોર પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
કાલોલ તાલુકાના બલેટિયા ગામ પાસે દિલ્હી-મુંબઈ નેશનલ કોરીડોર પર રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ફાયરબ્રિગેડની ટીમે સમયસર કામગીરી હાથ ધરતા ડ્રાઇવરનો જીવ બચ્યો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.