લખપત: લખપતના ખરોડામાં ગેરકાયદે ખનનથી માલધારીઓમાં રોષ: ઊંડા ખાડાઓમાં પશુઓ મોતને ભેટવાની ભીતિ
Lakhpat, Kutch | Aug 14, 2026 કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ખરોડા ગામની સીમ વિસ્તારમાં બેફામપણે ચાલી રહેલા ગેરકાયદે ખનનને કારણે સ્થાનિક નાગરિકો અને ખાસ કરીને માલધારીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સીમ વિસ્તારમાં કોઈપણ પ્રકારના નિયમો કે સલામતીના પગલાં વિના આડેધડ ખોદકામ કરીને મસમોટા અને ઊંડા ખાડાઓ કરી દેવામાં આવ્યા છે.