ગોધરા: ગોધરામાં ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો SOGએ ડિટેક્ટ કર્યો: સોના-ચાંદીના દાગીના સાથે એક આરોપી ઝડપાયો
ગોધરામાં ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો SOGએ ડિટેક્ટ કર્યો: સોના-ચાંદીના દાગીના સાથે એક આરોપી ઝડપાયો,ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાનો પંચમહાલ ગોધરા SOG પોલીસે ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે SOGની ટીમે ગોધરા શહેરના છકડાવાડ વિસ્તારમાંથી કરણકુમાર સુરેશભાઈ ભોઈ નામના શખ્સને સોના-ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યો હતો.