ભુજ: કચ્છમાં અનેક વહીવટી અધિકારીઓની બદલી
Bhuj, Kutch | Aug 16, 2026 કચ્છના ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી વિજયા એમ. પ્રજાપતિની જગ્યાએ માંડલ-બેચરાજીના આસ્થા ડી. ડાંગરની નિમણૂક કરાઈ છે. જ્યારે સી.આર. પ્રજાપતિની ગાંધીનગર ખાતે ડેપ્યુટેશન પર બદલી થઈ છે અને મોરબીના ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી શૈલેશ સી. ભટ્ટની કચ્છમાં બદલી કરાઈ છે. કચ્છના જિલ્લા પુરવઠા અધિકારી સી.આર. નિમાવતની નડિયાદ ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.