તળાજા: તળાજામાં રત્ન કલાકારો ભાવ વધારા મુદ્દે આક્રમક
તળાજા શહેરમાં રત્ન કલાકારો દ્વારા પોતાના હક અને પડતી સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આજરોજ તા. 15 ઓગસ્ટ 2026, શનિવારે સવારે 10:30 કલાકે તળાજા શહેરના કેટલાક રત્ન કલાકારો એકત્રિત થયા હતા અને રત્ન કલાકારોને થતા અન્યાય સામે સંગઠિત થઈ રજૂઆત કરી હતી. રત્ન કલાકારોની મુખ્ય માંગ છે કે તેમની મહેનત પ્રમાણે પૂરતો અને યોગ્ય ભાવ આપવામાં આવે તેમજ તેમનો પગાર સમયસર ચૂકવવામાં આવે. રત્ન ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો દ્વારા લાંબા સમયથી ભાવ અને પગારને લઈને