ગાંધીનગર: ગાંધીનગરના ડભોડા હનુમાનજી મંદિરમાં મારામારી, ૩ ગ્રામજનોને ઈજા
ગાંધીનગરના ડભોડા હનુમાનજી મંદિરમાં તેલ વિતરણ વખતે સિક્યોરિટી ગાર્ડ અને ગ્રામજનો વચ્ચે મારામારી થઈ છે. જેમાં ૩ લોકો ઘાયલ થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. માથામાં ગંભીર ઈજા પામેલા એક વ્યક્તિને ૧૨ ટાંકા આવ્યા છે. પોલીસે વીડિયો અને સાક્ષીઓના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે.