કાલોલ: કોલેજ પાછળના ખેતરમાં તંત્રની બેદરકારીથી જીવલેણ જોખમ: જેટકોની ડેડ લાઇનના ખુલ્લા વીજ વાયરો ઝાડ સાથે બાંધેલા જોવા મળ્યા
કાલોલના કોલેજ વિસ્તાર પાછળ આવેલા ખેતરમાં જેટકોની ડેડ લાઇનના ખુલ્લા વીજ વાયરો ઝાડ સાથે બાંધી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂતોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારે વરસાદ બાદ સર્જાયેલા ફોલ્ટ પછી વાયરો દૂર કરવાની જગ્યાએ ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. તાજેતરમાં એક કુતરાનું પણ કરંટ લાગતાં મોત થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.