ગાંધીનગર: નર્મદા ડેમ ફરી પૂર્ણ સપાટીએ: ૧૩૮.૬૮ મીટરની સપાટીએ પહોંચ્યો ડેમ
સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળપૂજન કરી વધામણાં કર્યા હતા. આ ડેમ ગુજરાતના ૪ કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે.